Saturday, August 1, 2015

ધર્મ અને ધર્માંધતા!!!

આજે રાજકોટમાં એક બુજુર્ગ મિત્ર જોડે ધાર્મિકતા અને દેખાવ (પહેરવેશ)  પર ચર્ચા થઇ. ક્રિસ્ચન માંથી મુસ્લિમ બિરાદર બનેલા એ મિત્રને મેં જરા તેમનો લુક બદલવાની સલાહ આપી. જેથી તેઓ વધારે કઈ ની તો સ્વચ્છ અને સામાજિક દેખાય. તેમને મારી સામે અનેક દલીલો આપી. પરંતુ મારા એક સવાલનો જવાબ તેઓ ન આ આપી શક્યા. સવાલ હતો કે પહેરવેશ થી કે દેખાવ પર થી તમે ધાર્મિક છો કે નાસ્તિક એ કહેવું શું સંભવ છે? અથવા તમે એક ડ્રેસકોડ અને લુક કોડ પ્રમાણે પોતાને ઢાળીને બતાવો તો જ તમે ધાર્મિક એવું કઈ છે?

પણ ખરેખર તો એક સવાલ એવો છે કે, શું ખરેખર કોઈ ધર્મમાં કોઈ ડ્રેસકોડ પરિધાન આવશ્યક છે? કોઈ પણ ગ્રંથમાં એવું લખેલું છે? આપણે તો હાલ આતંકવાદ જેવી નઘન્ય વિચારધારાઓને પણ રંગ અને ધર્મ સાથે જોડી દીધી છે. આતંકવાદ પણ હવે ગ્રીન ટેરેરીઝમ અને સેફ્ફ્રોન ટેરેરીઝમની નવી વ્યાખ્યા સાથે સામે આવવા લાગ્યું છે... શું ખરેખર આ આપણી સામાજિક સમજણ અને ધાર્મિક વિચારધારાઓની હાર નથી???
આ રીત ના ધ્રુવીકરણ ખરેખર સમાજ માટે ખુબ મોટા પડકાર છે, અને ભયાનક રીતે હાનીકારક પણ...

ભારત એક આસ્થા ધરાવતો દેશ છે, તમામ ભારતીયોની કોઈ ને કોઈ આસ્થા છે. કોઈની આસ્થા કોઈ મંદિર તો કોઈની મસ્જીદમાં, કોઈ ની ગુરુદ્વારા તો કોઈની ગીરીજાઘરમાં. ભારતમાં કોઈ પણ ધર્મ પ્રભુત્વ ધરાવતો નથી. ત્યારે આવા ધાર્મિક ધ્રુવીકરણ સમાજમાં ઝેર ફેલાવવાનું કામ જ કરે છે. યાકુબ મેનન જેવા આતંકી અને ગદ્દારને ફાંસી આપી ત્યારે અનેક નેતાઓ અને સો કોલ્ડ સામાજિક કાર્યકરોએ યાકુબ મુસ્લિમ હોવાના લીધે તેને ફાંસી આપીનો રાગ અલાપ્યો, અને ફરી સેફ્ફ્રોન ટેરેરીઝમ અને ઇસ્લામિક ટેરેરીઝમના ભૂત સંસદમાં ધૂણ્યા.

આમ પણ ભારતના રાજનેતાઓ ને કામ કરવા કરતા પોતાના તથા પોતાના લગતા વળગતાના ઘર ભરવામાં વધારે રસ છે ત્યારે સંસદમાં ભગવા અને ઇસ્લામિક આતંકવાદના મુદ્દે હોબાળો કરીને કામગીરી ઠપ્પ કરવામાં તેમને તો મજ્જા પડી જાય. ઉપરાંત જેની તેની વોટબેંક પણ આવા ફાલતું બયાનો થી સચવાઈ જાય.

શું કરી શકીએ??? ભારતની પ્રજાને ચોવટ અને આંધળી અંધશ્રધ્ધા કાયમ ગમી છે..કોઈ ના જરા ભડકાવવાથી હાથમાં તલવાર લઇ ને નીકળી પડતા લાખો ધાર્મિક અંધ લોકોનો દેશ બની ગયો છે ભારત. ત્યારે ધાર્મિક ગુંડાઓ આજે કહેવાતા નેતાઓ બની ગયા છે. ધર્મના નામે જે ફાવે તે ઉલટી કરનારા ઓવીસીઓ, અબ્દુલ્લાઓનો કોઈ તોટો નથી ભારતમાં... કારણ કે ભારતની પ્રજા ધર્માંધ પ્રજા છે...
શું ખરેખર આતંકવાદનો કોઈ ધર્મ છે?

અસ્તું.

No comments:

Post a Comment