Wednesday, April 6, 2011

Misson Balshali Gujarat

વિદ્યાર્થીઓ દ્વારા શુરુ કરાયેલ મિશન બલશાલી ગુજરાત નો ભારે સફળતા સાથે પુર્ણાહુતી.


એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત ના યુવાનોમાં સશસ્ત્ર બળોમાં જોડાવા માટે જાગૃતિ લાવવા માટે જે અભિયાન હાથ ધાર્યું હતું તેનું શુક્રવારે ભારે સફળતા સાથે પુર્ણાહુતી કરી હતી. એન.સી.સી. ના સીનીઅર અંડર ઓફિસર સુમિત ટેમ્બે, કેડેટ વોરંટ ઓફિસર ધવલ જોશી, આદિ જૈન અને મહર્ષિ ઓઝા દ્વારા શુરુ કરાયેલ અભિયાન ને
વિદ્યાર્થીઓ અને કોલેજો તરફ થી ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો હતો.


આ અભિયાન નો હેતુ ગુજરાતમાંથી યુવાનો ખુબજ ઓછા પ્રમાણમાં સૈન્યમાં જોડાય છે, તો સામે જેમને જોડાવાની ઈચ્છા હોઈ છે તેઓ સાચા માર્ગદર્શનના અભાવે સૈન્યમાં જોડાઈ શકતા નથી. તો આવા યુવાનોમાં સૈન્યમાં જોડવા બાબતે જાગૃતિ લાવવી અને યોગ્ય માર્ગદર્શન ક્યાંથી અને કેવી રીતે મેળવવું તેની માહિતી આપવી હતો. આ ઉપરાંત આ અભિયાનમાં અલગ અલગ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ને સૈન્યમાં કેવી રીતે અને કઈ પ્રકારે તકો ઉપલબ્ધ છે તે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિશન બલશાલી ગુજરાત નો એક હેતુ એ પણ હતો કે ભારતના સૈન્યમાં ગુજરાત રાજ્યની કોઈ રેજીમેન્ટ નથી, તો આ પ્રકારે યુવાનોમાં જાગૃતિ કેળવી અને જેમ બને તેમ જલ્દીથી ગુજરાત ની રેજીમેન્ટ બનાવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું.


આ અભિયાનનું ઉદ્ઘાટન સાઉથ-વેસ્ટ રીઝનના એર માર્શલ ગોગોઈ ના હસ્તે, ઇન્ડસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નાગેશ ભંડારી, નિવૃત એર માર્શલ દેસાઈ, નિવૃત કર્નલ ફલ્નીકર, વયોવૃધ ડૉ. ભગવતીબેન ઓઝા અને ઈ+ ફાઉન્ડેશનના શ્રીમતી ટેમ્બેની હાજરી માં કરાયું હતું. ઉદ્ઘાટનના ભવ્ય કાર્યક્રમમાં એર માર્શલ શ્રી ગોગોઈએ જણાવ્યું કે યુવાનો દ્વારા યુવાનોને જાગૃત કરવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે, અને આવા આયોજન બદલ તેમણે આ ચાર વિદ્યાર્થીઓ અને કોલેજને અભિનંદન આપ્યા હતા. અને ભવિષ્યમાં આવા આયોજનો કરવા માટે સૈન્ય તરફ થી જોઈતી મદદ કરવા માટેની પણ તૈયારી દર્શાવી હતી. ત્યાર બાદ અહીંથી ૫ કાર રેલી સ્વરૂપે અલગ અલગ કોલેજો માં ફરી અને યુવાનોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યમાં તેમની સાથે નિવૃત એર માર્શલ એ.કે.દેસાઈ અને કર્નલ ફલ્નીકર સાથે રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના સૈન્યના અનુભવો અને સૈન્યની લાઈફ સ્ટાઈલ વિષે વાત કરી હતી. એર માર્શલ શ્રી દેસાઈના જણાવ્યા અનુસાર એર ફોર્સમાં જોબ મેળવવી જેટલી અઘરી છે તેટલી જ ત્યાંની જિંદગી આરામદાયક અને સમ્માન ભરી છે. કર્નલ દેસાઈના કહેવા અનુસાર "સૈન્ય એ સમ્માન નો પર્યાય" છે. વધુમાં જણાવતા શ્રી દેસાઈ કહે છે કે, ગુજરાતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે સૈન્યમાં જોડાવું એટલે સીમા પર જઈને લડવું, મરવું અથવા મારવું પરંતુ ખરેખર એવું નથી હોતું. સૈન્યમાં ગ્રાઉન્ડ સ્ટાફ પણ ખુબજ મહત્વ નું છે અને તેમાં પણ કારકિર્દીની ઘણી તકો રહેલી છે. માટે એ માની લેવું કે સૈન્યમાં જવું એટલે લડાઈ કરવી અને મરવું મારવું એવુજ નથી.
ત્યારબાદ કર્નલ ફલ્નીકરના કહેવા અનુસાર જીવન તમને જીવતા શીખવે છે, કોઈ પણ પરિસ્થિતિ નો કઈ રીતે સામનો કરવો અને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે સૈન્યમાં સીખવા મળે છે. આ ઉપરાંત સૈન્યમાં જોડાવ એટલે સમાજમાં તમે એક વિશિષ્ઠ સ્થાન પ્રાપ્ત કરો છો. માટે સૈન્યને જીવન ઘડતરનું માધ્યમ ગણવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, રાષ્ટ્ર ના તમામ યુવાનો જો ગુજરાતના યુવાનો ની જેમ વિચાર કરે તો વિચાર કરો કે રાષ્ટ્રની શું દશા થશે? આજે દેશના યુવાનો બહાદુરી પૂર્વક દેશની સીમાઓ નું રક્ષણ કરે છે માટે આપને બધા આરામથી પોતાનું જીવન જીવી શકીએ છીએ.


ડૉ. ભગવતીબેન ઓઝાએ તેમના વક્તવ્ય માં જણાવ્યું કે તેઓ એન.સી.સી.ના કેડેટ હતા. અને એન.સી.સી.ના કારણે તેમનું જીવન એડવેન્ચરપ્રેમી બન્યું હતું. આજે પણ તેઓ ખુબજ એક્ટીવ રીતે અલગ અલગ એડવેન્ચરમાં ભાગ લે છે. હાલ માં ૨-૩ વર્ષ પહેલા તેઓ વિશ્વના પ્રતમ મહિલા બન્યા કે જેઓ ૭૫ વર્ષ ની ઉમરે કલકતા થી કન્યાકુમારી સુધી સાઈકલિંગ કર્યું હોઈ. આમ ફક્ત એન.સી.સી.માં જોડાવાથીજ તેમના જીવનમાં આવેલા પરિવર્તન નો દાખલો આપીને યુવાનોને સૈન્ય અને એન.સી.સી.માં જોડવા માટે આહ્વાહન કર્યું હતું.


આ અભિયાનના સુત્રધાર એવા એસ.ઓ.યુ. સુમિત ટેમ્બે કે જેઓ બે વખત રાજ્યપાલ પદક અને એક વખત રાષ્ટ્રપતિ પદક થી સમ્માનિત થયેલા છે, તેઓ એ જણાવ્યું કે, તેઓ જયારે પ્રજસતાક્દીન પરેડ માટે સિલેક્ટ થઇને દિલ્હી ગયા, ત્યારે ગુજરાતમાંથી એન્જીનીયરીંગના વિદ્યાર્થી ફક્ત તેઓ એકજ હતા. અને પુરા ભારત માંથી ફક્ત ચાર. આ જોઇને તેમને એવો વિચાર આવ્યો કે, વધુને વધુ એન્જીન્યરીંગ ના વિદ્યાર્થીઓ એન.સી.સી.અને સૈન્ય ની ત્રણેય પાંખમાં જોડાય તેના માટે કંઈક કરવું જોઈએ. અને ત્યાર બાદ ત્યાંથી પરત ફરીને તેમના મિત્રો ને આ વિચાર બાબતે વાત કરતા તેઓ પણ તેમની સાથે જોડાયા અને આ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું.


અમદાવાદમાં આ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે અને લગભગ અંદાજે ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ એ આ અભિયાન નો લાભ મેળવ્યો છે. તેઓ હવે આ અભિયાનને પુરા ગુજરાતમાં ચલાવવા માંગે છે. જેથી વધુ ને વધુ યુવાનો સૈન્ય તરફ આકર્ષાય અને સૈન્યમાં જોડાય.


આ અભિયાન માટે તેમને ઇન્ડસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ, ઈ+ફાઊંડેશન, આઈ.ઓ.સી.એલ. અને કટારિયા ઓટો મોબાઈલ તરફ થી સંપૂર્ણ સહકાર મળ્યો હતો.

No comments:

Post a Comment